Monday, 22 January 2024

નારદજી નો લક્ષ્મણજીને કાવ્ય પત્ર.... By UTKARSH BHATT

 Greetings everyone! this blog is a part of such a beautiful  poem written by one of my school friends "Utkarsh Bhatt" Who is really such a great writer... Keep it up Broo.... Heartfelt appreciation to this such a beautiful poem... 




એક દિવસ નારદજીએ પૃથ્વીની કરુણ હાલત જોઈ લક્ષ્મણજીને કાવ્ય પત્ર લખ્યો કે,


શ્રી રામ મળે તો કેજો કે, હવે ફરી આ યુગમાં આવે,

જીવનની મર્યાદા વિશે આ માણસને સમજાવે.


માટીના શરીરમાં માણસ, અમર બનવા જાય છે,

બીજાનું છીનવીને પોતે, સ્વાર્થી બની જાય છે.


શ્રી રામ મળે તો કેજો કે સાથે હનુમાનજીને લાવે,

સમર્પણ ભાવનાના પાઠ આ માણસને શીખવાડે.


પ્રેમના નામે કપટ કરી, માણસ ખેલ ખેલી જાય છે,

લાગણીઓને નિર્બળ બનાવી, એને મારી ખાય છે.


શ્રી રામ મળે તો કેજો કે, સાથે સીતાજીને લાવે,

લાગણીઓને વેડફતા મનુજને એની મર્યાદા સમજાવે.


સંપત્તિનો ભંડાર રાખી, એ તો અભિમાનમાં ચાલે,

"હું જ મહાન" એવું, એનો આ ખોખલો જીવ બોલે,


શ્રી રામ મળે તો કેજો કે, સાથે રાવણજીને પણ લાવે,

મોહના અભિમાનની કરુણતા આ માણસને દેખાડે.


મંદિરોને બનાવે છે માણસ પાપ ધોવાનું સ્થાન,

નથી હવે આ જગતમાં ઈશ્વરનું કોઈ સ્થાન,


શ્રી રામ મળે તો કેજો કે સાથે નરસિંહ,મીરાને લાવે,

ઈશ્વરની સાચી ભક્તિ આ માણસને શીખવાડે.

ધર્મ ને શાસ્ત્રો શીખવાડે છે કે, જીવન કેમ જીવવું?

ને શીખવાડે છે કે આ કળયુગમાં માણસ બનીને કેમ રહેવું!


શ્રી રામ મળે તો કેજો કે સાથે શ્રી કૃષ્ણને પણ લાવે,

ધર્મનું સાચું જ્ઞાન આ અધર્મીઓને સમજાવે.


માણસ વાતે વાતે ઉગ્ર થઇ યુદ્ધ લડી પડતો,

પોતાની વીરતા બતાવવા પોતે જ મરી પડતો,


શ્રી રામ મળે તો કેજો કે સાથે પાંડવોને લઈ આવે,

સહનશીલતાનું ગૂઢ રહસ્ય આ દુનિયાને બતાવે .


પણ લક્ષ્મણજી એ પૂછ્યું  કે,

પ્રદૂષણના આ યુગમાં કોઈ સંજીવની બૂટી મળશે?

ધુમાડા વચ્ચે મૂર્છિત માણસ, શું એ પાછો જીવિત થાશે?


શ્રી રામ મળે તો કેજો કે સાથે  પ્રકૃતિનેં પણ લઈ આવે,

એની  સુંદરતાના આસ્વાદનો આ જગતને અનુભવ કરાવે.


શાસ્ત્રોના સાચા-ખોટાની મથામણમાં એને સમજવાનું તો ભૂલી ગયા,

ઈશ્વરની કથાઓ વાંચવામાં એનો અમલ કરવાનું ચૂકી ગયા.


શ્રી રામ મળે તો કહેજો કે સાથે વાલ્મીકિ,તુલસીદાસજી ને લઇ આવે,

શાસ્ત્રોનો સાચો ગૂઢાર્થ આ માણસને સમજાવે.


ને અંતમાં,

પોતાનાને પારકા કરી તોડે છે એ સંબંધ,

તારું ને મારું કરવામાં માણસ બન્યો છે અંધ.


શ્રી રામજીને કહેજો કે આપને પણ સાથે લાવે,

સાચા સંબંધો કેમ નિભાવવા એ સૌને શીખવાડે.


✍️:- Utkarsh Bhatt👌🏻👌🏻


No comments:

Post a Comment

Flipped Class Activity: The Ministry of Utmost Happiness

Greetings, Everyone!! This blog is based on a thinking activity that reflects a flipped learning task based on an overview of Arundhati Roy...